નમસ્કાર,
           વાચક  મિત્રો, 
                           લેખક સાથે ની વાત 
       લેખક સાથે ની વાત માટે  અંગ્રેજી ભવન મા ગુજરતી વાર્તાકાર અને વિવેચક એવા  પ્રો. મહેન્દ્રસિંહપરમાર ને આમંત્રિત  કરવામા આવ્યા હતા. સાહિત્યના વિધ્યાર્થી ને સાહિત્ય કૃતિ સર્જકના મોઢે સાભળવાનીઅને સમજવાની  તક મલે એ એક અલગ લ્હાવો  હોઇ છેં.લેખક જ્યારે સાહિત્ય નુ સર્જન કરે અને જે ભાવ,વાત એમણે રજૂ કરી હોઇ,એ જ્યારે વાચક સમજી જાઈ એટલે લેખક ની મેહનત સફળ.સાહિત્ય એ એક અણમોલ ખજાનો છેં. આપણે તેમાથી જેટલો પ્રાપ્ત કરીયે એટલો ઓછો પડે.જે સર્જક પોતની ક્રૂતિ ને જેવી રીતે વર્ણવી શકે તેવો આનંદ એને વાંચવામાં પણ કદાચ ના મલે.
મહેન્દ્રસિંહ પરમારે એમની "ઈન્ટેલેકચ્યુઅલ ઈન્દુભાઈ" નામની વાર્તા વિધ્યાર્થી ને કહી. જ્યારે મહેન્દ્રસિંહ પરમાર વાર્તા કેહતા હતા ત્યારે એમના ચેહરા ઉપર એક અલગ જ આનંદ જોવા મલયો. જે ફક્ત એક સર્જક્ ના ચેહરા ઉપર જ જોવા મલે, અને જ્યારે એ વાત કરતા હોઇ ત્યારે આપણ એ અનુભવી શકીએ એવી રીતે એ એમા તલ્લીન થઈ ગયા હોઇ છેં એ પણ અમે જાણીયુ.
વાર્તાની સાથેસાથે એમના વાર્તા કેહવાનો ભાવ પણ બદલતા હતા . વાર્તાની શરુવાત સરળશૈલી મા કરી,અને પછી વાર્તાના દ્રશ્ય ને મન મા રમતું કર્યુઁ"ઈન્ટેલેકચ્યુઅલ ઈન્દુભાઈ" ના પાત્ર ને એવી રીતે શરુવાત મા મજબૂત બનાવી અને એક ઘટના મા વાર્તા નુ હાર્દ રજૂ કર્યુ. વાર્તા ના અંત(અંત તો છેં જ નઈ ) ભાગમા "ઈન્ટેલેકચ્યુઅલ ઈન્દુભાઈ" ને એમના પુસ્તકો કે જેમાથી એક એક શબ્દ એમણે વાંચી લીધો હતો, તેના ખોવાનુ દુઃખ અસહ્ય થઈ ગયુ હતુ.
ત્યાર બાદ તેમની બીજી ત્રણ વાર્તાઓ "ઉડન ચરકલડી", પોલીટેકનિક અને આઈ.એસઆઈ નો હાથ વિશે વાત કરી. પ્રો.મહેન્દ્રસિંહ પરમાર ની વાર્તાઓ
મા સમાજ ના પ્રશ્નો ને પણ તેમણે આવરી લીધા છેં. જેમકે "ઉડન ચરકલડી"અને પોલીટેકનિક મા એમણે (શૉચાલય ) સ્વચ્છતા ના પ્રશ્નો ને હાસ્ય અને કટાક્ષ સાથે વર્ણવી છેં. ધર્મ,શિક્ષણ અને ગામડા ના પ્રશ્ન ને "આઈ.એસઆઈ નો હાથ" મા વર્ણવી છેં.
લેખક સાથે ની વાત મા એમણે કરેલા સહિત્ય સર્જન ને થોડા નજીક થી જાણવા અને સમજવા મલીયુ. પ્રો. મહેન્દ્રસિંહ પરમાર સાથે ની આ સાહિત્યની બેઠક મા એમની વાર્તાઓનું વિહંગાવલોકન કર્યુઁ. આ સાહિત્ય ની વાત મા ઘણી બાબતો અંદર ઉતરી ગઈ. સાહિત્ય ના વિધ્યાર્થિ ને સાહિત્ય ને જાણીયે, એટલે પ્રશ્ન થવા સાર્થક છેં. એટલે ચર્ચા ના અંત મા પ્રશ્નો વિધ્યાર્થી દ્વારા પૂછવામાં આવ્યા. વિધ્યાર્થી ના પ્રશ્નો ને વાચા મલી રહે એવા જવાબ મહેન્દ્રસિંહ પરમારે આપ્યા હતા. આ લેખક સાથે ની વાત મારા સાહિત્ય પ્રત્યેના રસ, રુચિ ને વધારી છેં.
લેખક સાથેની વાતના ચિત્રો
આભાર..

 
 
 
 
 
 
No comments:
Post a Comment