Tuesday 10 January 2017

હું ભાઈ ..


હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા
યુગનો..
ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ      નવા..
જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ
નવા..
છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..
એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..
મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

– રમેશ પટેલ ‘આકાશદીપ’



           This poem written by Ramesh Patel 'Hu nava yug no chelo chu'. In this poem poet try to highlights bad things from our society. It is satirical poem. People are running behind money and luxurious life. Everybody become like 'prasadiiya bhagat' "પ્રસાદીયા ભગત". One line is that "એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું"This line satirize our education system. All are corrupting. Everybody going there where some benefits for them. Then and then they will go.

Thank you.

No comments:

Post a Comment

Featured post

New Exam Pattern : Sem:6 Bhakat Kavi Narsinh mehta University

Government Arts College,  Jam Kalynapur ૧૪ માર્ક્સના ૫ પ્રશ્નનો પૂછાશે જે પૈકી કોઈ પણ ચાર  પ્રશ્નનો  લખવાના રહેશે. સમય:૨:૦૦ ક્લાક રહેશે.