ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા
શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં
મૂકી છે એમ
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં
હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….
This poem is written by Druv Bhatt. He is great poet and his most of poems are in tune. We can enjoy it while singing. In this poem he put the key points to be happy in our life. Many people are finding happiness in other things but it is not there. Rather to find it in others better to find in our self. We have to be happy in any type of situation.
Thare are many things in the world as it is, for example sky is always there, nature is always there, etc. So it is very interesting poem.
Thank you.
No comments:
Post a Comment